Site icon hindtv.in

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલના જન્મદિનની ઉજવણી

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલના જન્મદિનની ઉજવણી
Spread the love

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલના જન્મદિનની ઉજવણી
સેવા અને સમાજહિતના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો
નાનપુરા સાથે કૈલાશ નગર મેઇન રોડ ઉપર પણ કાર્યક્રમ

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલના જન્મદિનને લઈ નાનપુરા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીઆર પાટીલે હાજરી આપી હતી.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નો જન્મદિવસને લઈ નાનપુરા ટીમલીયાવાડ વિસ્તારમાં રૂષિકેશ ત્રિવેણી અપાર્ટમેન્ટ પાસે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલએ હાજર રહી કાર્યકરો અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. ભાજપના કાર્યકર અને નગરસેવક અશોક રાંદેરીયા તથા શ્રી સાંઈ કોર્પોરેશન મિત્ર મંડળ દ્વારા કરાયેલા આયોજનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે સેવા અને સમાજહિતના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો. નાનપુરા સાથે કૈલાશ નગર મેઇન રોડ ઉપર પણ જન્મદિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. અને રાજકીય આગેવાનો તથા કાર્યકરો દ્વારા સીઆર પાટીલને શુભકામનાઓનો વરસાદ કરાયો હતો.

Exit mobile version