Site icon hindtv.in

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે
Spread the love

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે
સુરત સર્કિટ હાઉસ ખાતે કાપડ ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ
યાર્નના સતત વધી રહેલા ભાવ મુદ્દે ઉદ્યોગકારોની રજૂઆત
ટેક્સટાઇલ ઉદ્યોગના અપગ્રેડેશન સહિતના પ્રશ્નો પર ચર્ચા

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોને લઈને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે આવ્યા હતાં. અને સુરત સર્કિટ હાઉસ ખાતે ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં યાર્નના સતત વધી રહેલા ભાવ, ટેક્સટાઇલ ઉદ્યોગના અપગ્રેડેશન સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ઉદ્યોગકારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહની ઉપસ્થિતિમાં ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સુરતના ટેક્સટાઇલ ક્ષેત્રને લગતા પ્રશ્નો અને ઉદ્યોગના વિકાસ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક જીરાવાળાએ ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જ્યારે ટેક્સટાઇલ વેપારી આશિષ ગુજરાતીએ પણ ઉદ્યોગકારોની સમસ્યાઓ અને પડકારો મંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. ખાસ કરીને ટેક્સટાઇલ અપગ્રેડેશન અને યાર્નના સતત વધી રહેલા ભાવને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હવે ઉદ્યોગકારોની રજૂઆતોના પગલે કેન્દ્ર સરકાર તરફથી કેવા પગલાં લેવામાં આવે છે તેના પર ટેક્સટાઇલ ઉદ્યોગની નજર રહેશે.

Exit mobile version