Site icon hindtv.in

વડોદરા મુજપુર બ્રિજ દુર્ઘટના પર કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલનું નિવેદન

વડોદરા મુજપુર બ્રિજ દુર્ઘટના પર કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલનું નિવેદન
Spread the love

વડોદરા મુજપુર બ્રિજ દુર્ઘટના પર કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલનું નિવેદન
બ્રિજ દુર્ઘટનાના દોષિતોને છોડવામાં નહીં આવે
નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે

 

આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરાની મુલાકાતે છે ત્યારે જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થવાની દુર્ઘટનાને આજે ચોથો દિવસ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 મૃતદેહો મળી આવ્યા છે,

વડોદરાના પાદરામાં મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થવાની દુર્ઘટનાને આજે ચોથો દિવસ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે હજુ પણ એક મૃતદેહ કાટમાળમાં દટાયેલો હોવાનું માનવામાં આવે છે. આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને આઘાતનો માહોલ સર્જ્યો છે, અને સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ અને કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે આ મામલે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોઈ પણ ઘટના હોય, સરકાર હંમેશા પગલાં લેતી હોય છે. આ દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ તાત્કાલિક કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને હું વિનંતી કરું છું કે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, અને તેમના પ્રત્યે આપણે સંવેદનશીલ રહેવું જોઈએ. હું પણ આ મામલે કડક પગલાં લેવા માટે પ્રયાસ કરીશ

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તપાસ માટે રચાયેલી કમિટીમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, આરટીઓ, અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમો સામેલ છે. આ ટીમો બ્રિજની ડેન્સિટી, સ્લેબની મજબૂતાઈ અને નિર્માણમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તાનું નિરીક્ષણ કરી રહી છે, આ બ્રિજ 1986માં બાંધવામાં આવ્યો હતો, તે લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો. સ્થાનિક લોકોએ અનેકવાર આ બ્રિજના સમારકામ અથવા નવા બ્રિજના નિર્માણ માટે રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version