Site icon hindtv.in

સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજી

સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજી
Spread the love

સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજી
સંસદમાં ચોમાસા સત્રની કામગીરી અને વિપક્ષના હોબાળા
સુરત એરપોર્ટ સહિતના મુદ્દે સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

સુરતના પારલે પોઈન્ટ સ્થિત હોટેલ મેરિયટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. સંસદમાં ચોમાસા સત્રની કામગીરી, વિપક્ષના હોબાળા, વંદે માતરમ્, મહિલા અનામત અને સુરત એરપોર્ટ સહિતના મુદ્દે સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.

સંસદનુ શિયાળુ સત્ર પુર્ણ થયા બાદ સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સીઆર પાટીલે આક્ષેપ કરતા કહ્યુ હતું કે સમગ્ર ચોમાસા સત્રને ખોરવવા માટે કોંગ્રેસ જવાબદાર છે. મહત્વના બિલો પર ચર્ચા કરવાને બદલે વિપક્ષે હોબાળો કર્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો. વંદે માતરમ્ અંગે કડક કાયદો લાવવાના પ્રયાસો અને એફસીઆરએ બિલ દરમિયાન પણ કોંગ્રેસે ચર્ચા ન કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાર-નર્મદા લિંક પ્રોજેક્ટ અંગે પાટીલે કહ્યું હતુ કે કોંગ્રેસે લોકોને ગેરમાર્ગે દોરતા હાલ પ્રોજેક્ટને મુલતવી રાખવામાં આવ્યો છે.

રિવર લિંક યોજનાઓથી લાખો હેક્ટર જમીન અને કરોડો લોકોને પાણીનો લાભ મળવાની શક્યતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સુરત એરપોર્ટ અંગે પાટીલે કહ્યું કે એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો અપાવવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવ્યા બાદ ફ્લાઇટ કનેક્ટિવિટીમાં વધારો થયો હોવાનું જણાવી આગામી સમયમાં દુબઈ ઉપરાંત અન્ય દેશો અને મુંબઈ સાથે પણ વધુ કનેક્ટિવિટી માટે પ્રયાસો ચાલુ હોવાનું કહ્યું હતું. તો મહિલા અધિકારના બિલ અંગે પણ સીઆર પાટીલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને આગામી સમયમાં બિલ ફરી લાવી મહિલાઓને તેમનો અધિકાર અપાવવાની વાત કરી હતી.

Exit mobile version