Site icon hindtv.in

કેન્દ્રીય ગૃહમંત્રીએ NID ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

કેન્દ્રીય ગૃહમંત્રીએ NID ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન
Spread the love

કેન્દ્રીય ગૃહમંત્રીએ NID ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન
લોકોની કલાનું કોમર્શિયલ પોટેન્શિયલ બહાર લાવવા NIDની સ્થાપના કરાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા

ગુજરાત પધારેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરના ઇન્ફોસિટી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પધારેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરના ઇન્ફોસિટી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ડિઝાઇન અને ઇનોવેશન ખૂબ જ અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે, પશ્ચિમ બંગાળના કોઈ નાના સેન્ટરથી લઈને સુરત કે પાટણ સુધીના યુવાઓ હવે નોકરી પાછળ ભાગવાને બદલે ઇનોવેશન તરફ વળ્યા છે. ભારત આજે ટેકનોલોજી અને ડિઝાઇન ક્ષેત્રે દુનિયાને નેતૃત્વ પૂરું પાડવા સક્ષમ છે. 14 લાખ ગ્રેજ્યુએટ્સની ‘યુવા ફોજ’ ભારતને વિશ્વના માર્કેટમાં અગ્રેસર બનાવશે. અમિત શાહે ગાંધીનગર NID ની પોતાની પ્રથમ મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરતા તમામ ઉપસ્થિતોને પોતાના મતવિસ્તારના નાગરિકો તરીકે આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર NID ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન એ એક મહત્વનું પગલું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આજે 2 લાખ જેટલા સ્ટાર્ટઅપ્સ સાથે આત્મનિર્ભરતા તરફ વધી રહ્યું છે. સાણંદમાં સ્થપાઈ રહેલા સેમિકન્ડક્ટર સેન્ટર અને ગાંધીનગરનું આ એજ્યુકેશન હબ ડિઝાઇનરોને નવી દિશા આપશે. આધુનિક ક્ષેત્રે ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે, તેમાં NID નું આ નવું સેન્ટર મહત્વનું યોગદાન આપશે. NIDની સ્થાપના 1961માં થઈ હતી તે યાદ અપાવતા તેમણે કહ્યું કે, ડિઝાઇન એ માત્ર એક કલા નથી, પરંતુ તે તમામ ઉપયોગી વસ્તુઓને કલાત્મક રીતે પરિવર્તિત કરવાનું કાર્ય કરે છે. તેમણે રમૂજમાં ઉમેર્યું કે ગુજરાતના લોકો કમાવવામાં માને છે, પરંતુ દરેક વ્યક્તિમાં ડિઝાઈનના સંસ્કાર વણેલા હોય છે. ગુજરાતીઓએ હંમેશા રાષ્ટ્ર માટે કંઈક કરવાની ભાવના રાખી છે, તેથી કળાને પ્રોફેશન સાથે જોડવી ખૂબ જરૂરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version