Site icon hindtv.in

સુરતમાં અજાણી શંકાસ્પદ લાશ મળવાની ઘટના

સુરતમાં અજાણી શંકાસ્પદ લાશ મળવાની ઘટના
Spread the love

સુરતમાં અજાણી શંકાસ્પદ લાશ મળવાની ઘટના
બિનવારસી મૃતદેહ મળતા ચકચાર મચી
મૃતદેહનો કબજો મેળવી પોલીસે તપાસ શરૂ કરી

સુરતમાં અજાણી શંકાસ્પદ લાશ મળવાની ઘટના યથાવત હોય તેમ વરાછાની મીની બજારમાં બિનવારસી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. તો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીની બજારમાં બિનવારસી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. હાલ મૃતકની ઓળખ મેળવવા તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બિનવારસી મૃતદેહ મળવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Exit mobile version