Site icon hindtv.in

સુરતમાં અજાણી લાશ મળવાનુ યથાવત

સુરતમાં અજાણી લાશ મળવાનુ યથાવત
Spread the love

સુરતમાં અજાણી લાશ મળવાનુ યથાવત
ભીમરાડ કેનાલમાંથી અજાણ્યાનો મળ્યો મૃતદેહ
ફાયરે લાશને બહાર કાઢી પોલીસને સોંપી
હત્યા કે આત્મહત્યા? તપાસ શરૂ

સુરતમાં અજાણી લાશ મળવાનુ યથાવત હોય તેમ અલથાણ વિસ્તારમાં આવેલ કેનાલમાંથી અજાણ્યાની લાશ મળી આવતા ફાયરે લાશને બહાર કાઢી પોલીસને સોંપી હતી.

સુરતમાં ઘણા સમયથી અજાણી લાશો મળી રહી છે. ત્યારે ફરી એક અજાણી લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. સૂરત શહેરના અલથાણ ચાર રસ્તા થી ભીમરાડ જતા રોડ પર કેનાલમાં એક લાશ દેખાતા લોકોએ પોલીસ અને ફાયરને જાણ કરી હતી. જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કેનાલમાંથી અજાણ્યાની લાશ બહાર કાઢી ત્યાં પહોંચેલી પોલીસને લાશનો કબ્જો સોંપ્યો હતો જેથી પોલીસે લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે સિવિલમાં ખસેડી અજાણ્યા મૃતકની ઓળખ ની તપાસ શરૂ કરી છે.

Exit mobile version