Site icon hindtv.in

લોનના નામે છેતરપિંડીનો પર્દાફાશ,

લોનના નામે છેતરપિંડીનો પર્દાફાશ,
Spread the love

લોનના નામે છેતરપિંડીનો પર્દાફાશ,
સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી
પ્રોસેસિંગ ફી લઈ લોન ન આપનાર કોલ સેન્ટર ઝડપાયું,
સાયબર ક્રાઈમેં એક આરોપીને ઝડપી પાડ્યો

લોન અપાવવાના બહાને પ્રોસેસીંગ ફી પેટે રૂપિયા મેળવી લઈ લોન ન કરાવી આપી છેતરપિંડી આચરતા કોલ સેન્ટરનો સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે.

સુરત સાયબર ક્રાઈમની ટીમ શહેરમાં સાયબર ક્રાઈમના ગુનાઓ અટકાવવા સતત પેટ્રોલિંગમાં હતી ત્યારે લોન અપાવવાના બહાને લોકો પાસેથી પ્રોસેસીંગ ફી પેટેલ રૂપિયા મેળવી લઈ લોન ન કરાવી આપી છેતરપિંડી કરનાર આરોપી એવા મુળ ભાવનગરના મહુવાનો અને હાલ વેસુ વીઆઈપી રોડ પર રહેતા પ્રવિણ કેશુભાઈ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. જ્યારે નમન મનસુખ ચૌહાણ ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, લેપટોપ, નોટબુક, સીમકાર્ડ, સહિત 55 હજારની મત્તા કબ્જે કરી હતી.

Exit mobile version