Site icon hindtv.in

ભાવનગરમાં કફ સિરપનો બિન અધિકૃત જથ્થો પકડ્યો

ભાવનગરમાં કફ સિરપનો બિન અધિકૃત જથ્થો પકડ્યો
Spread the love

ભાવનગરમાં કફ સિરપનો બિન અધિકૃત જથ્થો પકડ્યો
મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી બોરતળાવ પોલીસ

કફ સિરપનો બિન અધિકૃત જથ્થો બોટલ નંગ-૧૯૩ મળી કુલ કિ ૩૫,૪૧૬.૮ નો મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરની બોરતળાવ પોલીસ સ્ટેશન ટીમ

ગુજરાત સરકાર દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પીનાઓએ જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદિને નેસ્તનાબુદ કરવા માટે NO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. ભાવનગરમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડીન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પુર્વે કરતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સીરપનું સેવન કરીને નશાખોરી રવાડે ચઢેલ હોય જેથી આવા મેડીકલ સ્ટોર તેમજ તેના બિન અધિકૃત વેચાણને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ તે અનુસાર બોરતળાવ પો.સ્ટે. પો.ઇન્સ. એચ.બી.ચૌહાણ દ્વારા નીચે મુજબની કામગીરી કરતા ચોક્કસ બાતમી આધારે વિનોદભાઇ ઉર્ફે વિનો નાથાભાઈ વાઘેલા પોતાના ઘરેથી કફ સિરપની codeine phosphate નું ઘટક ધરાવતી કફ સિરપની બોટલોનો જથ્થો બિન અધિકૃત રીતે પોતાના કબ્જામાં રાખી વેપાર કરતા મજકુર ઇસમને પકડી પાડેલ આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એક્ટ ની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે

Exit mobile version