Site icon hindtv.in

ભગવાનના ઘરોને નિશાન બનાવી હાથફેરો કરનારને ઉમરા પોલીસે ઝડપ્યા

ભગવાનના ઘરોને નિશાન બનાવી હાથફેરો કરનારને ઉમરા પોલીસે ઝડપ્યા
Spread the love

ભગવાનના ઘરોને નિશાન બનાવી હાથફેરો કરનારને ઉમરા પોલીસે ઝડપ્યા
રોકડા રૂપિયા સહિત 28 હજારથી વધુની મત્તા કબ્જે કરી
દિપક એકનાથ સોનવણે અને દિપક રવિન્દ્ર જાદવને ઝડપ્યા

સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં ભગવાનના ઘરોને નિશાન બનાવી હાથફેરો કરનાર રીઢાઓને ઉમરા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં બે મંદિરોમાં એટલે કે મગદલ્લા ગામ ખાતે આવેલ રૂંઢનાથ મહાદેવ મંદિરમાં અને વેલેન્ટાઈન સિનેમા પાછળ આવેલ શ્રી કાલી માતા મહિમા મંદીર ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે રીઢા ચોરો મહારાષ્ટ્રના જલગાંવના અને હાલ મગદલ્લા ગામ ખાતે રહેતા દિપક એકનાથ સોનવણે અને દિપક રવિન્દ્ર જાદવને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન સહિત 28 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version