સુરતની ઉધના પોલીસે લુટારુને પકડ્યો
ખિસ્સામાંથી રોકડની લુંટ કરી ભાગી છુટેલા લુંટારૂઓને ઝડપ્યા
અવતારસિંગ ત્રીલોકસિંગ ભાદાને ઝડપી પાડ્યો
સુરતની ઉધના પોલીસે નોકરી પરથી ઘરે જતા યુવાનને ઉભો રાખી દિન દહાડે ધમકાવી તેના ખિસ્સામાંથી રોકડની લુંટ કરી ભાગી છુટેલા લુંટારૂઓમાંથી એકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસએન દેસાઈની ટીમ પીએસઆઈ એચઝેડ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટેશનથી પ્રભુનગર તરફ એકલા જતા યુવાનને આંતરી દિન દહાડે તેની પાસેથી 23 હજારની લુંટ કરી ભાગી છુટેલા રીઢાઓમાંથી એક ઉધના પ્રભુનગર ખાતે રહેતા અવતારસિંગ ત્રીલોકસિંગ ભાદાને ઝડપી પાડી તેની પાસેથી લુંટમાં ગયેલ 23 હજારમાંથી 20 હજાર કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

