Site icon hindtv.in

સુરતની ઉધના પોલીસે ઘરફોડ ચોર ઝડપ્યા

સુરતની ઉધના પોલીસે ઘરફોડ ચોર ઝડપ્યા
Spread the love

સુરતની ઉધના પોલીસે ઘરફોડ ચોર ઝડપ્યા
ત્રણ રીઢાઓને ઝડપી લાખોની મત્તા કબ્જે કરી
નેપાલી શેરા સિંગ, કાલીયો અનીલ જયસ્વાલ અને લક્કી રાજુ સોનવણે

સુરતની ઉધના પોલીસે ઘરફોડ ચોરી કરનાર ત્રણ રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2, ઈ. મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝન ના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસએન દેસાઈ અને જેએસ ઝાંબરેની ટીમ પીએસઆઈ એમકે ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો જીજ્ઞેશ, સન્મુખ, બિનુકુમાર અને પિયુષને મળેલી બાતમીના આધારે અને સીસીટીવીની તપાસ બાદ ઘરફોડ ચોરીને અંજામ આપનાર શુભમ ઉર્ફે નેપાલી શેરા સિંગ, દીપક ઉર્ફે કાલીયો અનીલ જયસ્વાલ અને આનંદ ઉર્ફે લક્કી રાજુ સોનવણેને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલા 6 લાખ 5 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version