Site icon hindtv.in

ઉધના પોલીસે લુંટારૂને રોકડ અને રીક્ષા સાથે ઝડપી પાડ્યો

ઉધના પોલીસે લુંટારૂને રોકડ અને રીક્ષા સાથે ઝડપી પાડ્યો
Spread the love

ઉધના પોલીસે લુંટારૂને રોકડ અને રીક્ષા સાથે ઝડપી પાડ્યો
રીક્ષામાં લુંટ કરી ભાગેલો આરોપી ઉધના પોલીસે ઝડપ્યો

સુરતની ઉધના પોલીસે પીછો કરી લુંટને અંજામ આપી ભાગી છુટેલ રીઢાને રોકડ અને રીક્ષા સાથે ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરતમાં લુંટ સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ પણ હવે ગુનેગારોને પકડી સળીયા પાછળ ધકેલી રહી છે. તો સુરતની ઉધના પોલીસે આવા જ એક લુંટારૂને ઝડપી પાડ્યો હતો. સુરતના ઉધના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ફરિયાદીનો રીક્ષામાં પીછો કરી તેને ધમકાવી રોકડા રૂપિયાની લુંટ કરી ભાગી છુટેલા રીઢાઓમાંથી એક રીઢા હુશેન ઉર્ફે જિંગારૂ ઉર્ફે લંબુ ભીખન શેખને લુંટમાં ઉપયોગમાં લેવાયેલી રીક્ષા અને રોકડ પાંચ હજાર સાથે ઉધના પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version