Site icon hindtv.in

ઉધના પોલીસે ગાંજા સાથે બે ઇસમો ઝડપાયા

ઉધના પોલીસે ગાંજા સાથે બે ઇસમો ઝડપાયા
Spread the love

ઉધના પોલીસે ગાંજા સાથે બે ઇસમો ઝડપાયા
નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન હેઠળ 2.80 લાખની મત્તા કબ્જે
ભાઠેના ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો

સુરતની ઉધના પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજા સાથે બેને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2, ઈ.ચા. મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝન ની સુચનાને લઈ પીઆઈ એસએન દેસાઈ તથા જેએસ ઝાંબરેની ટીમ પીએસઆઈ એમકે ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો અરવિંદને મળેલી બાતમીના આધારે ભાઠેના ખાતેથી સદ્દામહુશેન રાઈન અને નુરહુશેન રાઈનને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી 2.50 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો તથા મોબાઈલ, રોકડ અને મોપેડ મળી 2.80 લાખથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version