Site icon hindtv.in

સુરતમાં ઉધના અને સલાબતપુરા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ

સુરતમાં ઉધના અને સલાબતપુરા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
Spread the love

સુરતમાં ઉધના અને સલાબતપુરા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
પોલીસે કાર્યક્રમ અંતર્ગત 58.75 લાખથી વધુનો મુદામાલ મૂળ માલિકોને સુપ્રત
પોતાની કીમતી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓના ચહેરા પર ખુશી જોવા મળી

સુરતના સલાબતપુરા પોલીસ મથક અને ઉધના પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 58.75 લાખથી વધુનો મુદામાલ મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યો હતો.

આ અંગે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે સી ડિવિઝન હેઠળ આવેલા ઉધના અને સલાબતપુરા પોલીસ મથકનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુમ થયેલી ચોરી થયેલી અથવા તો જબરદસ્તી પડાવી લીધેલી વસ્તુઓ રોકડ અને સોના ચાંદીના દાગીના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. બંને પોલીસ મથકમાં થી 58.75 લાખથી વધુ નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે. સલાબતપુરા પોલીસ મથક દ્વારા 40.85 લાખનો મુદ્દા માલ પરત કરવામાં આવ્યો છે જ્યારે ઉધના પોલીસ મથક દ્વારા 17.89 લાખનો મુદ્દા માલ પરત કરવામાં આવ્યો છે પોતાની કીમતી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

Exit mobile version