Site icon hindtv.in

સુરત : મોબાઇલ ચોરી કરતી બે મહિલા ઝડપાઇ

સુરત :  મોબાઇલ ચોરી કરતી બે મહિલા ઝડપાઇ
Spread the love

સુરત : મોબાઇલ ચોરી કરતી બે મહિલા ઝડપાઇ
સરસ્વતી નગરમાં બે મહિલાઓએ બે મોબાઇલની ચોરી કરી
ચોરી કરનાર બે મહિલાઓ સીસીટીવીમાં કેદ થવા પામી

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે ઘરોમાંથી મોબાઈલની ચોરી કરનાર બે મહિલાઓ સીસીટીવીમાં કેદ થવા પામી છે.

સુરતમાં દિવસે અને રાત્રે તો ઠીક હવે તો વહેલી સવારે પણ ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આવી જ એક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના ડિંડોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલ સરસ્વતી નગરમાં વહેલી સવારે બે મહિલાઓએ બે મોબાઇલની ચોરી કરી હતી જે બન્ને ચોર મહિલાઓ મોબાઈલ ચોરી ભાગતી સીસીટીવીમાં કેદ થઈ હોય હાલ તો સીસીટીવીમાં કેદ થયેલી ચોર મહિલાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

Exit mobile version