સુરત : ઉત્રાણ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સ સાથે બે ઝડપાયા
સુરત ક્રાઈમ બ્રાન્ચે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા
પોલીસે 9 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્રાણ રેલ્વે ઓવર બ્રિજ હેપ્પી ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી લાખોના એમડી ડ્રગ્સ સાથે બેને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના આદેશને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વર્ક આઉટમાં હતી ત્યારે બાતમીના આધારે અમરોલી ઉત્રાણ રેલ્વે ઓવર બ્રીજની નીચે આવેલ ગરનાળા પાસે હેપ્પી ક્રિકેટ ગ્રાઉન્ડ સામેથી સ્કોડા કારમાં પસાર થતા મીત રામજી કરીયાવરા અને કેતન ઉર્ફે વકીલ મનસુખ પટેલને ઝડપી પાડી તેઓની પાસેથી 3 લાખ 1 હજારથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસેએમડી ડ્રગ્સ, કાર, રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 9 લાખ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

