Site icon hindtv.in

કુંભારવાડાના મઢિયા રોડ પર વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સ ઝડપાયા

કુંભારવાડાના મઢિયા રોડ પર વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સ ઝડપાયા
Spread the love

કુંભારવાડાના મઢિયા રોડ પર વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સ ઝડપાયા
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ડી-ડિવિઝન પોલીસ હરકતમાં આવી
ખીમજી ઉર્ફે ખોખો સોલંકી પાસેથી રૂ.11,970 અને જુગારનું સાહિત્ય જપ્ત

કુંભારવાડાના મઢિયા રોડ પર અલગ અલગ બે જગ્યાએ વરલી મટકાના આંકડા લેતા બે શખ્સો ઝડપાયા  સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ ડી ડિવિઝન પોલીસ ઊંઘમાંથી જાગી અને કાર્યવાહી કરી

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અલગ અલગ બે જગ્યાએ જાહેરમાં વરલી મટકાના આંકડા લઇ જુગાર રમાડતા બે શખ્સોને ડી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા અને ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી. આજ રોજ શહેર માં કેટલાક લોકોના મોબાઇલમાં વાયરલ વિડીયો જોવા મળ્યો હતો જેમાં એક શખ્સ જાહેરમાં વરલી મટકાના આંકડા લઇ જુગાર રમતો હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું ડિવિઝન પોલીસ સુધી પણ પહોંચતા પોલીસે સૌપ્રથમ કુંભારવાડા ના મઢિયા રોડ પર આવેલ શેરી નંબર 14 ના નાકેથી ખીમજી ઉર્ફે ખોખો ચિથર સોલંકી ઉંમર વર્ષ 63 કુંભારવાડા માઢીયા રોડ રખાદાદાના મંદિર પાસે મફતનગર વાળા ને વાયરલ વીડીયો આધારે ઝડપી લઇ તેની પાસેથી વરલી મટકા નું સાહિત્ય તથા રોકડા રૂપિયા 11,970 સાથે ઝડપી લઇ આવા જુગાર અંગે વધુ તપાસ હાથ ધરતા આ વિસ્તારમાં આવેલ શેરી નંબર 4 માં હનુમાન મંદિર પાસેથી વધુ એક શખ્સ રાકેશ ઉર્ફે ભૂરો હસમુખ ગોહેલ ઉંમર વર્ષ 32 રહે કુંભારવાડા મઢિયા રોડ શેરી નંબર 4 હનુમાનજી મંદિર પાસે વાળાને પણ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા રમાડતા ઝડપી લઇ તેની પાસેથી રોકડા રૂપિયા 2290 તથા જુગારી સાહિત્ય કબ્જે કરી તેના વિરુદ્ધ પણ ડી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી

Exit mobile version