Site icon hindtv.in

સુરતમાં ગાંજાના જથ્થા સાથે બે ઓરિસ્સાવાસી મહિલાઓ ઝડપાયા

સુરતમાં ગાંજાના જથ્થા સાથે બે ઓરિસ્સાવાસી મહિલાઓ ઝડપાયા
Spread the love

સુરતમાં ગાંજાના જથ્થા સાથે બે ઓરિસ્સાવાસી મહિલાઓ ઝડપાયા
ચિરસ્મીતા વિદેશી પરીડા તથા કુન્ની પાઢી પુરનાચંદ પાઢીની ધરપકડ

સુત રેલ્વે પોલીસે નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાના જથ્થા સાથે બે ઓરિસ્સાવાસી મહિલાઓને ઝડપી પાડી હતી.

દિવાળીને લઈ રેલ્વે પોલીસ મેદાને છે ત્યારે સુરત રેલ્વે પોલીસની ટીમે પેટ્રોલિંગ  દરમિયાન બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશન પર આવેલી નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી શંકાસ્બદ બેગ સાથે બે ઓરિસ્સાવાસી મહિલાઓ ચિરસ્મીતા વિદેશી પરીડા તથા કુન્ની પાઢી પુરનાચંદ પાઢીને ઝડપી પાડી હતી અને બેગની ઝડતી લેતા તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે બન્ને મહિલાઓની ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version