Site icon hindtv.in

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 માં બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 માં બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
Spread the love

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 માં બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
સતત ત્રીજી વખતે અમદાવાદે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
1 જાન્યુઆરીથી 14 મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 નો ભવ્ય પ્રારંભ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે 1 જાન્યુઆરીથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 નો ભવ્ય પ્રારંભ કરાયો છે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વર્ષે ‘ભારત એક ગાથા’ થીમ પર આયોજિત આ શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરવામાં આવી છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આ વર્ષે ફ્લાવર શોમાં બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે. પ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલાનો છે, જ્યારે બીજો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટનો છે. 14 મા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 એ આ વર્ષે ઇન્ટરનેશનલ લેવલે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. “ભારત એક ગાથા” થીમ હેઠળ આયોજિત આ ભવ્ય ફ્લાવર શોમાં વર્ષ 2026માં એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક મારી છે, જે અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તૈયાર કરાયેલા ફ્લાવર મંડલાનું DGPS ટેક્નોલોજી દ્વારા ચોક્કસ માપ લેવામાં આવ્યું છે. અધિકૃત સર્વે રિપોર્ટ અનુસાર આ ભવ્ય ફ્લાવર મંડલાનો વ્યાસ આશરે 33.6 મીટર, કુલ વિસ્તાર 886.789 ચોરસ મીટર નોંધાયો છે. ઉચ્ચ ચોકસાઈવાળા DGPS સાધનો દ્વારા કરવામાં આવેલી આ માપણીને આધારે ફ્લાવર મંડલાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા આપવામાં આવી છે. અગાઉ 706.86 ચોરસ મીટર વિસ્તારનો ન્યૂનતમ બેન્ચમાર્ક નક્કી કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાષ્ટ્રીય એકતાનું પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પોર્ટ્રેટનું Total Station Survey તથા Measuring Tape દ્વારા માપણી કરવામાં આવી છે. સર્વે રિપોર્ટ મુજબ સરદાર પટેલના ફ્લાવર પોર્ટ્રેટની કુલ લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર અને કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર નોંધાયો છે. આ માપદંડો આધારે આ પોર્ટ્રેટને World Largest Flower Portrait તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા મળી છે. અગાઉ આ કેટેગરીમાં ન્યૂનતમ બેન્ચમાર્ક 50 ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version