Site icon hindtv.in

ભાવનગર IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સો ઝડપાયા

ભાવનગર IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સો ઝડપાયા
Spread the love

ભાવનગર IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સો ઝડપાયા
આરોપી જય ઉર્ફે જુગલ બારોટ તેનો આઈફોન મૂકીને નાસી છૂટ્યો
આરોપી સાહીલ ઉર્ફે રાજા સૈયદનું નામ પણ તપાસમાં ખુલ્યું

ભાવનગરના શિવાજી સર્કલ પાસે IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સો ઝડપાયા

ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવાજી સર્કલ પાસે જાહેર રોડ પર આઈપીએલ મેચ પર ઓનલાઈન વેબસાઈટ દ્વારા સટ્ટો રમતા અનિરૂધ્ધસિંહ કિશોરભાઇ ચુડાસમા અને અજયસિંહ ધીરૂભા ગોહીલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દરોડા દરમિયાન આરોપી જય ઉર્ફે જુગલ બારોટ તેનો આઈફોન મૂકીને નાસી છૂટ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી સાહીલ ઉર્ફે રાજા સૈયદનું નામ પણ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ત્રણ મોબાઈલ ફોન જેની અંદાજિત કિંમત રૂ. ૬૩,૦૦૦ કબજે કર્યા છે અને ઓનલાઈન આઈડીમાં ચાલતા હજારો રૂપિયાના સોદાઓના સ્ક્રીનશોટ મેળવી જુગાર ધારાની કલમ-૧૨(અ) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version