Site icon hindtv.in

સુરતના ડૉ. હર્ષ પંડ્યાના મોત મામલે બે યુવતીઓની ધરપકડ

સુરતના ડૉ. હર્ષ પંડ્યાના મોત મામલે બે યુવતીઓની ધરપકડ
Spread the love

સુરતના ડૉ. હર્ષ પંડ્યાના મોત મામલે બે યુવતીઓની ધરપકડ
દીશિતા ઘેવરિયા અને હિના ભૂતને પોલીસે ઝડપી પાડી
નવી સિવિલ હોસ્પિટલની ન્યૂ પીજી હોસ્ટેલમાં તબીબે કર્યો હતો આપઘાત

સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબ ડૉ. હર્ષ પંડ્યાના મોત મામલે પોલીસે આરોપી દીશિતા ઘેવરિયા અને હિના ભૂતની ધરપકડ કરી છે. નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસની ન્યૂ પીજી હોસ્ટેલમાં ડૉ. હર્ષ પંડ્યાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલના ડૉ. હર્ષ પંડ્યાના મોતના કેસમાં પોલીસ તપાસ તેજ બની છે. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ન્યૂ પીજી હોસ્ટેલમાં તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી ચાર આરોપીઓ સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરતાં આરોપી દીશિતા ઘેવરિયા અને હિના ભૂતની ધરપકડ કરી છે. જ્યારે આરોપી અનુજ બંસતભાઈ મહેશ્વરી અને નીરાલી પરેશભાઈ વસાવ હજુ પોલીસ પકડથી દૂર છે. બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

Exit mobile version