Site icon hindtv.in

કડોદરા તાતીથૈયા વિસ્તારમાંથી ગાંજાના જથ્થો સાથે બે પકડાયા

કડોદરા તાતીથૈયા વિસ્તારમાંથી ગાંજાના જથ્થો સાથે બે પકડાયા
Spread the love

કડોદરા તાતીથૈયા વિસ્તારમાંથી ગાંજાના જથ્થો સાથે બે પકડાયા
1.67 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા અને એક વોન્ટેડ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા સોનીપાર્ક વિસ્તારમાં કડોદરા પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરતાં બે આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે ગાંજો સપ્લાય કરનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી દિપક રામસુદેશ પુરી, તથા દિવાકર રામકિશન સિંઘ ને ઝડપી પાડ્યા હતા.

પોલીસ તપાસ દરમિયાન કૈલાશભાઇની બિલ્ડીંગમાં, સોનીપાર્ક-૨, ખોડીયાર નગર, ત્રીજો માળ, રૂમ નંબર 12, તાતીથૈયા ખાતેના રૂમ માંથી કુલ ૩.૧૦૦ કિલોગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ૧,૫૫,૦૦૦, આરોપી દિપક પુરીની અંગઝડતી માંથી ૨,૪૧૦ રોકડા જ્યારે આરોપી દિવાકર સિંઘ પાસેથી એક મોબાઇલ ફોન અને ૬૦ રોકડા મળી આવ્યા હતા. આમ કુલ રૂ. ૧,૬૭,૪૭૦ નો મુદ્દામાલ પોલીસએ કબ્જે લીધો હતો. આ મામલે ગાંજો પુરો પાડનાર આરોપી કૈલાશચંદ્ર રૂગલાલ મેવાડા (રહે. સોનીપાર્ક–2, તાતીથૈયા ને ફરાર જાહેર કરી વોન્ટેડ ગણાવ્યો છે. ઘટનાની આગળની તપાસ કડોદરા GIDC પોલીસ મથકના PSI જે. જી. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

Exit mobile version