Site icon hindtv.in

સુરતમાં દારૂ ઘુસાડાઈ તે પહેલા જ બેની ધરપકડ

સુરતમાં દારૂ ઘુસાડાઈ તે પહેલા જ બેની ધરપકડ
Spread the love

સુરતમાં દારૂ ઘુસાડાઈ તે પહેલા જ બેની ધરપકડ
બુટલેગરો સામે પોલીસ પણ બાઝ નજર રાખી બેઠી છે
આરોપીઓ ઉત્રાણ રંગોલી ચોકડી પાસેથી ઝડપાયા

દિલ્હીથી કારમાં લવાઈ રહેલો દારૂનો જથ્થો સુરતમાં ઘુસાડાઈ તે પહેલા જ પીસીબીની ટીમે ઝડપી પાડી બેની ધરપકડ કરી હતી.

તહેવારો સમયે બુટલેગરો દારૂની રેલમછેલ કરવા મેદાને આવ્યા છે ત્યારે બુટલેગરો સામે પોલીસ પણ બાઝ નજર રાખી બેઠી છે. ત્યારે સુરતની પીસીબી પી.આઈ. આર.એસ. સુવેરાના ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિક્રમ અને ભરતને મળેલી બાતમીના આધારે દિલ્હીથી કારમાં દારૂનો તથ્થો લાવનાર કિરીટ ઉર્ફે વિનુ હરીલાલ બારૈયા તથા ભાવેશ દિનેશ પટેલને ઉત્રાણ રંગોલી ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા અને તેઓની કારની ઝડતી લેતા તેમાંથી વિદેશી દારૂનો 7 લાખ 42 હજારથી વધુનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહિત 17 લાખ 52 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનારાઓને વોન્ટેડ જાહે કર્યા હતાં.

Exit mobile version