સુરતમાં ખંડણી માટે અઢી વર્ષના બાળકનુ અપહરણ
23 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
ક્રિષ્ણા બાસો કેવટ નામના આરોપીને તામીલનાડુથી ઝડપ્યો
સુરતમાં ખંડણી માટે અઢી વર્ષના બાળકનુ અપહરણ કરવાના ગુનામાં 23 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા શહેરમાં ગંભીર ગુનાઓને અંજામ આપી ભાગી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરના આદેશને લઈ વીવીધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ખુન ખુની કોશિષ અને ધાડ લુંટ સ્કોડની ટીમે બાતમીના આધારે સચીન પોલીસ મથકમાં અઢી વર્ષના બાળકનુ ખંડણી માટે 23 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2002માં અપહરણ કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા ક્રિષ્ણા બાસો કેવટ નામના આરોપીને તામીલનાડુના સેલમ શહેરથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો સચીન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

