Site icon hindtv.in

પ્રોહીબીશનના ગુનાના બે આરોપીઓને મધ્યસ્થ જેલ અમદાવાદ મોકલાયા

પ્રોહીબીશનના ગુનાના બે આરોપીઓને મધ્યસ્થ જેલ અમદાવાદ મોકલાયા
Spread the love

પ્રોહીબીશનના ગુનાના બે આરોપીઓને મધ્યસ્થ જેલ અમદાવાદ મોકલાયા
પાસાના કાગળો તૈયાર કર્યા બાદ મળી મંજુરી
ગુનામાં ગણેશ ઉર્ફે છોટુ બાબારાવ પવાર અને તરૂણ જીવનદાસ નારંગ હતો સામેલ

સારોલી પોલીસે પ્રોહીબીશનના ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓના પાસાના કાગળો તૈયાર કરતા બન્નેને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપ્યા હતાં.

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને પ્રોહિબિશનની ટેવ વાળા આરોપીઓ સામે પગલા લેવા અપાયેલા પોલીસ કમિશનરના આદેશને લઈ સુરતની સારોલી પોલીસે પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસમાં ઝડપાયેલા બે આરોપીઓ ગણેશ ઉર્ફે છોટુ બાબારાવ પવાર અને તરૂણ જીવનદાસ નારંગને ઝડપી પાડી તેઓના પાસાના કાગળો તૈયાર કરતા મંજુરી મળ્યા બાદ બન્નેને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપ્યા હતાં.

Exit mobile version