Site icon hindtv.in

ચિત્રામાં પ્લાસ્ટર બાબતે મારામારી, બે આરોપી ઝડપાયા

ચિત્રામાં પ્લાસ્ટર બાબતે મારામારી, બે આરોપી ઝડપાયા
Spread the love

ચિત્રામાં પ્લાસ્ટર બાબતે મારામારી, બે આરોપી ઝડપાયા
D ડિવિઝન પોલીસે ત્રીજા આરોપીની શોધખોળ શરૂ કરી

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં મકાનની દિવાલ પર પ્લાસ્ટર કરવા બાબતે બોલાચાલી અને આધેડ પર હુમલો કરવા સંદર્ભે તથા માર મારવા અંગે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસે ત્રણ પૈકી બે શખ્સોની ધરપકડ કરી છે.

શહેરના બોરડીગેટ વિસ્તારમાં પ્લોટ નંબર 106 / એ-3 મારે હતા અને નિવૃત્ત જીવન પસાર કરતા કાળો લાખા જોગદીયા ઉંમર વર્ષ 61 એ ગત તારીખ 7 સપ્ટેમ્બર ના રોજ રમેશ જેઠા રાઠોડ, તેના પુત્ર યશવંત રમેશ રાઠોડ તથા ગિરીશ સુમરા વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડી એન એસ એકટ 118 (1), 115 (2), 352,351 (3), 314, 54 તથા gp એકટ 135 મુજબ ફરિયાદમાં જણાવ્યું હતું કે ચિત્રા ભિમનગર ખાતે આવેલ તેના મકાનનું પ્લાસ્ટર કામ ચાલતું હોય જે મકાનના પ્લાસ્ટર કરવા બાબતે પડોશમાં રહેતા રમેશ જેઠા રાઠોડ એ મનદુઃખ રાખી રમેશ તથા તેના પુત્ર યશવંત અને ગિરીશ સુમરાએ ધોકા તથા પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી . આ પ્રકરણને દાખલ થયેલી ફરિયાદ બાદ ડી-ડિવિઝન પોલીસે ગિરીશ કેશુ સુમરા રહે વિશ્વકર્મા સોસાયટી ફુલસર તથા યશવંત રમેશ રાઠોડ રહે રામદેવનગર એસટી વર્કશોપ સામે વાળાને ઝડપી લઇ આ કેસમાં ફરાર રમેશ જેઠા રાઠોડ ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે…

Exit mobile version