સુરતમાં મેટ્રોની કામગીરી વચ્ચે પાલ-ગૌરવપથ રોડ પર ટ્રક અકસ્માત
પાલ-ગૌરવપથ રોડ પર મેટ્રો કામગીરી દરમિયાન ટ્રકનો અકસ્માત
સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે પાલ ગૌરવપથ રોડ પર ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મેટ્રોની કામગીરી દરમિયાન વન વે રોડ પર કારને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો.
સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન અકસ્માતની ઘટનાઓ જોવા મળી રહી છે. ત્યારે સુરતના પાલ-ગૌરવપથ ભેસાણ રોડ પર ટ્રકનું અકસ્માત થયુ હતું. મેટ્રોના કામને લીધે વન-વે રોડ પર ફોર વ્હીલ કારને બચાવવા જતા ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયુ હતું. અકસ્માતમાં ટ્રક સીધો મેટ્રોના લોખંડના પાટિયા સાથે અથડાયો હતો જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
