સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં સમસ્યાઓની જ્વાળાઓ ફરી ભડકી
ભોજનમાં જીવાત નીકળવી અને સ્વચ્છતાનો અભાવ,
સુરક્ષા વ્યવસ્થાનો સદંતર અભાવ હોવાની રાવ
ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી એક વખત ચર્ચાના એરણે ચડી છે સમસ્યાઓ વર્ષો જૂની અને જાણીતી છે વિદ્યાર્થીનીઓનો વિરોધ અને તંત્ર સરકાર સામે નો રોષ ચરમશીમાએ પહોંચ્યો છે આજરોજ અપૂર્તિ પાયાકીય વ્યવસ્થાઓ અને ભોજન સહિતના પ્રશ્નોને લઈને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ બળવો કરીને ધરણા પર ઉતરી આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હાલ્યું નથી.
ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ યુનિવર્સિટી કેમ્પસમાં સમરસ ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે આ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી પાયાકીય સુવિધાઓનો સ્વતંત્ર અભાવ છે જેમાં યોગ્ય અને પૌષ્ટિક ભોજન પીવાનું પાણી ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ યોગ્ય ન હોવાના કારણે આ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં રોષ ફાટી નીકળ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીનીઓને પીરસવામાં આવતા સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રી ભોજનમાં મળેલી જીવાતો નીકળવી તદ્દન હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવે છે પીવાના પાણીની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા ન હોવા સાથે અશુદ્ધ અને દૂષિત પાણી પીવા માટે વિદ્યાર્થીનીઓ મજબૂર હોવાનું વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે બીજી તરફ સમરસ હોસ્ટેલ બહાર અસામાજિક તત્વો દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી તથા માન મર્યાદા ભંગ થાય એવા પ્રયત્નો કરવામાં આવતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીઓએ કર્યો છે
આજરોજ સાંજના સમયે વિદ્યાર્થીનીઓને પીરસવામાં આવેલું ભોજન દૂષિત હોવા સાથે તેમાંથી મળેલી જીવાતો નીકળતા છાત્રાઓની ધીરજ ખૂટી હતી અને ભોજન સહિતના પ્રશ્નોને લઈને સમરસ કેમ્પસ બહાર ગેટ પર વિરોધ પ્રદર્શન અને ધારણા શરૂ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે એક તરફ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર મહિલા સશક્તિ કરણ, મહિલા પ્રોત્સાહનની ગુલબાંગ પોંકારે છે તો બીજી તરફ સરકાર દ્વારા જરૂરિયાત મંદ પરિવારોની વિદ્યાર્થીનીઓ સમરસ હોસ્ટેલ જેવા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે બનાવાયેલા છાત્રાલયો, હોસ્ટેલોમાં પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નીકડી છે. સમરસ હોસ્ટેલમાં સમસ્યાઓ સતત સળગતી રહે છે અને જો આ સમસ્યાઓ સંદર્ભે મીડિયા તથા સરકાર અને તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરવામાં આવે તો હોસ્ટેલ રેક્ટર તથા સત્તાવાળાઓ દ્વારા વિરોધ કરતા ઓનો અવાજ દાબી દેવાનો હિન પ્રયત્ન કરવામાં આવે છે આટલા સમયથી આવી જટિલ અને ગંભીર સમસ્યા હોવા છતાં એક પણ નેતા કે જવાબદાર અધિકારીએ છતરાઓની ફરિયાદ સાંભળવાની કોઈ જ તસ્દી લીધી નથી ત્યારે આજે વિદ્યાર્થીનીઓના રોષને ધ્યાનમાં લઈને જે તે વિભાગના નિયામક સ્થળ પર દોડી આવ્યા હતા..

