Site icon hindtv.in

સુરતમાં ફુંકાયેલા મીની વાવાઝોડામાં ઝાડ ગાડીઓ ઉપર પડ્યું

સુરતમાં ફુંકાયેલા મીની વાવાઝોડામાં ઝાડ ગાડીઓ ઉપર પડ્યું
Spread the love

સુરતમાં ફુંકાયેલા મીની વાવાઝોડામાં ઝાડ ગાડીઓ ઉપર પડ્યું
રિલાયન્સ મોલ નજીક નારિયેળનુ ઝાડ પડતા વાહનોને નુકશાન
ધૂળના ગોટાળા સાથે વાતાવરણમાં ઠંડક જોવા મળી

સુરતમાં ફુંકાયેલા મીની વાવાઝોડામાં ઉધના દરવાજા પાસે રિલાયન્સ મોલ નજીક નારિયેળનુ ઝાડ ગાડીઓ પર પડતા અનેક વાહનોને નુકશાન થયુ હતું.

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ સુરતમાં મીની વાવાઝોડુ ફુંકાયુ હતું. ત્યારે સુરતના ઉધના દરવાજા નજીક રિલાયન્સ મોલ પાસે નારિયેળનું ઝાડ ગાડીઓ પર ધરાશાયી થતા અનેક કાર અને ટુ-વ્હીલરને નુકસાન થયુ હતું. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અચાનક તેજ પવન અને વાવાઝોડા જેવા માહોલથી લોકોમાં દહેશત ફેલાઈ હતી. ટુ-વ્હીલર ચાલકો સુરક્ષા માટે રસ્તાની સાઈડ પર ઉભા રહેવા મજબૂર બન્યા હતાં. તો ધૂળના ગોટાળા સાથે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.

Exit mobile version