માંડવી 157 વિધાનસભાનો વૃક્ષા રોપણ કાર્યક્રમ
ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરાયુ.
માંડવી ખાતે સેવા, સુશાસન અને જનકલ્યાણના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે આજરોજ તારીખ 23 2 જૂનના રોજ સવારે 9:30 કલાકે માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે તેમજ સિંધવાઈ ફાર્મ ખાતે 157 વિધાનસભાના ધારાસભ્ય કુવરજીભાઈ હળપતિ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આજરોજ તારીખ 23 2 જૂનના રોજ સવારે 9:30 કલાકે માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે તેમજ સિંધવાઈ ફાર્મ ખાતે 157 વિધાનસભાના ધારાસભ્ય કુવરજીભાઈ હળપતિ ના હસ્તે વૃક્ષારોપણ કરાયું તેમજ વૃક્ષોનું જતન કરવા તેમણે જણાવ્યું હતું તથા માંડવી નગરમાં વરિષ્ઠ આગેવાનોની મુલાકાત લઇ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી તેમજ તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, મહામંત્રી શાલીનભાઈ શાહ ,પાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, સામાજિક વનીકરણના આર એફ ઓ ભાવેશભાઈ કહાર, સપનાબેન ચૌધરી, તેમજ નગરના સંગઠનના હોદ્દેદારો, પાલિકાના સભ્યો તેમજ કાર્યકરોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

