વિશ્વ નદી દિવસ-2026ના અનુસંધાને ડોસવાડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ
ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા વૃક્ષારોપણનું આયોજન
સરકારી માધ્યમિક શાળા ડોસવાડા ખાતે યોજાયો કાર્યક્રમ
વિશ્વ નદી દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
વિશ્વ નદી દિવસ – 2026ના અનુસંધાનમાં ગુજરાત પ્રાંત સંરક્ષકશ્રી, સંયોજકશ્રી તથા સંગઠન મંત્રીશ્રી ના માર્ગદર્શન મુજબ ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા તા.28/09/2026 સોમવારના રોજ સરકારી માધ્યમિક શાળા ડોસવાડા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
સરકારી માધ્યમિક શાળા ડોસવાડા તા. સોનગઢ જી. તાપીના ધો.9,10ના વિધાર્થીઓ સાથે શાળા કેમ્પસમાં વડ,પીપળો, જાંબુડો,ફણસ,લીમડો,ગરમાળો અને ગુલમહોરના મળીને 51 છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓને પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણ નું મહત્વ સમજાવી દરેકે વિધાર્થી જીવનથી જ દર વર્ષે એક છોડ વાવી એની માવજત કરી ઉછેરવામાં આવે તો માનવીના આયુષ્ય દરમિયાન જ પર્યાવરણ રક્ષણ થઈ શકે છે. જળ સંચય, જળ સંરક્ષણ માટે નદી તળાવો કે જળસ્ત્રોતોની સાફ સફાઈ કરવામાં આવે અને યોગ્ય રીતે જાળવણી કરી પાણીની બચત કરવામાં આવે તો આવનારી પેઢીઓ માટે પણ પાણીની વ્યવસ્થા થઈ શકે છે. વિશ્વ નદી દિવસ ની ઉજવણી વિધાર્થીઓ અને લોકો સાથે મળીને કરવામાં આવે તો નદીની મહત્તા લોકો સરળતાથી સમજી શકે અને એની પવિત્રતા પણ જળવાઈ રહે. બંધિયાર પાણીમાં જીવજંતુ કે અન્ય પદાર્થોથી પાણી દૂષિત થઈ શકે છે પણ વહેતું પાણી કદી દૂષિત નથી થતું. માટે ચોખ્ખા પાણીની જરૂરિયાત પૂરી કરવા નદીઓ હંમેશા વહેતી રહેવી જોઈએ. આજ સંદેશ આપવા વિશ્વ નદી દિવસ ઉજવવો જરૂરી છે. વિશ્વ નદી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં શાળા પરિવાર અને વિધાર્થીઓ તરફથી ખુબજ સકારાત્મક સહયોગ પ્રાપ્ત થયો હતો. જે પર્યાવરણ પ્રત્યે એમની સમર્પિતતા દર્શાવે છે. ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓમાં સંજયભાઈ શાહ, સાગરભાઈ વ્યાસ, સુદામભાઈ સાટોટે, ઉમેશભાઈ પાટીલ, અને રમેશભાઈ ગૌતમ હાજર રહ્યાં હતાં.

