ભાવનગર શહેરમાં અશાંતધારા હેઠળની મિલ્કત મંજુરી વગર તબદીલ
ગુનામાં કાયદેસર કાર્યવાહી કરતી ગંગાજળીયા પોલીસ
ભાવનગર શહેરમાં આવેલ જુની માણેકવાડી વિસ્તારમાં પ્લૉટ નં.૫૮૨ માં આવેલ સુરભી એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલ ફલેટ નં બી-૧૦ વાળી મિલકતમાં અશાંતધારા હેઠળની મિલ્કત મંજુરી વગર તબદીલ કરવા અંગે નોંધાયેલ ગુનામાં કાયદેસર કાર્યવાહી કરતી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ટીમ
પોલીસ મહાનીરીક્ષકનાઓએ અશાંતધારાના કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને. ગુજરાત રાજયનો ત્રીજો અને ભાવનગર જિલ્લામાં અશાંતધારા હેઠળનો બીજો ગુનો રજીસ્ટર થયેલ. જેમાં ભાવનગર શહેર, વોર્ડ નં.૫,શીટ નં.૧૩૫, સીટી સર્વ નં.૪૨૮૧,૪૨૮૨ થી જુની માણેકવાડી વિસ્તારમાં પ્લૉટ નં.૫૮૨ માં આવેલ સુરભી એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલ ફલેટ નં બી-૧૦ વાળી મિલ્કત અશાંતધારા વિસ્તારમાં આવતી હોવા છતા આ મિલ્કતના માલીક ચંદ્રાકાન્તભાઇ ભગવાનદાસ લંગાળીયાનાએ ગુજરાત અશાંતધારા વિસ્તારમાં તબદીલ અધિનિયમની ૧૯૯૧ હેઠળ કલેકટરની લેવી પડતી પરવાનગી મેળવ્યા સિવાય વેચાણ કરવાના ઈરાદે આ મિલ્કત જીલાનીભાઈ સલીમભાઇ ધોળીયા ને 33,00,000 માં વેચી આપેલ જે અંગે કે.બી. ચાંદલીયા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને સીટી મામલતદાર વિદ્યાનગર ભાવનગર નાઓ દ્વારા ભાવનગર ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ. આ ગુનાની આગળની તપાસમાં આરોપીઓએ ચંદ્રાકાન્તભાઇ ભગવાનદાસ લંગાળીયા અને ખરીદનાર જીલાનીભાઇ સલીમભાઇ ધોળીયા વિરૂદ્વ કાર્યવાહી હાથ ધરી

