Site icon hindtv.in

માંડવીમાં કંડકટરની ભરતી માટે તાલીમ કેન્દ્ર

માંડવીમાં કંડકટરની ભરતી માટે તાલીમ કેન્દ્ર
Spread the love

માંડવીમાં કંડકટરની ભરતી માટે તાલીમ કેન્દ્ર
રેડક્રોસ સોસાયટી દ્વારા ફર્સ્ટ એડ તાલીમ કેન્દ્રનો પ્રારંભ
તાલીમ કેન્દ્ર અને પરીક્ષાનો વિધિવત પ્રારંભ કરાયો.

માંડવી જેવા અંતરિયાળ વિસ્તાર માટે રેડ ક્રોસ સોસાયટી દ્વારા તાલીમ વર્ગનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પ્રથમ મહિનામાં જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક તાલીમ મેળવીને પરીક્ષા પાસ પણ કરી લીધી છે અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના ઉમેદવારોને કંડકટર ભરતી માટે જરૂરી એવું પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેળવવા કે તાલીમ લેવા માટે ભારે હાલાકી ભોગવી પડતી હતી.

અમદાવાદ, વડોદરા, સુરત કે ભરૂચ સુધી લાંબા અને ખર્ચાળ આટાફેરા મારવા પડતા હતા. જોકે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી( ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અમદાવાદ) દ્વારા માંડવી ખાતે આ સતાવાર સેન્ટરને મંજૂરી આપી દેવાતા સ્થાનિક વિદ્યાર્થીઓને વાલીઓમાં ભારે ખુશી નો માહોલ જોવા મળી રહ્યો હતો. માંડવી ખાતે શરૂ થયેલા આ કેન્દ્રની લોકપ્રિયતા અને વ્યાપ માત્ર એક મહિનામાં જ અભૂતપૂર્વ રીતે વધ્યો છે હવે માત્ર માંડવી તાલુકા જ નહીં પરંતુ આજુબાજુના વિવિધ વિસ્તારો જેવા કે વ્યારા, બારડોલી, સુરત, નવસારી, વલસાડ, ડેડીયાપાડા અને છેક મહારાષ્ટ્રની સરહદે આવેલા અક્કલકૂવા સુધીના ઉમેદવારો પણ ફર્સ્ટ એડ ની સત્તાવાર તાલીમ મેળવવા માટે ખાસ માંડવી ખાતે આવી રહ્યા છે.

આ તાલીમ સેન્ટર ઉમેદવારો માટે ખૂબ જ આશીર્વાદ રૂપ બની રહેશે. આ તાલીમ સેન્ટ્રલ શરૂ કરવામાં ડો. શિરોયા નો સિંહફાળો રહેવા પામ્યો છે. આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિ અને તાલીમ વર્ગો સુચારૂ રૂપે ચલાવવા માટે માંડવી તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન સતિષભાઈ કાયસ્થ , વાઇસ ચેરમેન સુનિલભાઈ રબારી, અને સેક્રેટરી મનોજભાઈ સહિત કમિટી મેમ્બર અંકિતભાઈ શુક્લ, ધર્મેશભાઈ કાયસ્થ ભારે જહૈમત ઉઠાવીને સરાહનીય કામગીરી કરી રહ્યા છે

Exit mobile version