Site icon hindtv.in

અમેરિકા અને ભારત વચ્ચે થયેલ ટ્રેડ ડીલ

અમેરિકા અને ભારત વચ્ચે થયેલ ટ્રેડ ડીલ
Spread the love

અમેરિકા અને ભારત વચ્ચે થયેલ ટ્રેડ ડીલ
ગુજરાત સહિત દેશના ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને નુકશાન
ર નુકસાનીની ભીતિ વ્યક્ત કરી આપ દ્વારા ટ્રેડ ડીલનો વિરોધ કરાયો

અમેરિકા અને ભારત વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાત સહિત દેશના ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓ સહિતનાઓને પારાવાર નુકસાનીની ભીતિ વ્યક્ત કરી આપ દ્વારા ટ્રેડ ડીલનો વિરોધ કરાયો હતો.

સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરાલયે ભેગા થઈ કલેકટર થકી રાજ્યપાલને આવેદન પત્ર આપી અમેરિકા સાથેની ટ્રેડ ડીલનો વિરોધ કર્યો હતો. આપ દ્વારા આવેદન પત્રમાં અમેરિકા અને ભારત ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પારાવાર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. અને આમ આદમી પાર્ટી અમેરિકા સાથેની ખેડૂતો, પશુપાલકો અને જનવિરોધી ટ્રેડ ડીલનો સખત વિરોધ કરે છે તેમ કહ્યુ હતું. તો આ અંગે આવેદન પત્ર આપ્યા બાદ આપ દ્વારા મિડીયા સમક્ષ અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી થનાર નુકસાની અંગે ચિતાર રજુ કરાયો હતો.

Exit mobile version