રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાનોને ખોરાક આપવા પર સદંતર પ્રતિબંધ
કેમ્પસમાં શ્વાનોના ત્રાસ મામલે કુલપતિ ઉત્પલ જોશીનું નિવેદન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને અનુસરતા રખડતા શ્વાનોને કોઈપણ પ્રકારનો ખોરાક આપવાનું પ્રતિબંધિત કરવામાં આવે છે.
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાનોને ખોરાક આપવા પર સદંતર પ્રતિબંધના બેનર લગાવવામાં આવ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં 100 જેટલા શ્વાન હોવાનો ખુલાસો થયો છે. જે માટે શેલ્ટર હોમ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાને પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ તેમના દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. જોકે આ બેનરો લગતા જીવદયા પ્રેમીઓ યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર સમક્ષ દોડી ગયા હતા અને બેનરો દૂર કરવા માટે માંગ કરી હતી. જોકે કુલપતિ ડૉ. ઉત્પલ જોશી અને કુલસચિવ અજયસિંહ જાડેજાએ આ બેનરો લગાવવા પાછળ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની અમલવારી થઈ હોવાનું જણાવ્યું હતું તો અહીંથી પસાર થતા સિનિયર સિટીઝનો અને સ્ટાફ દ્વારા રખડતા શ્વાન પાછળ દોડતા હોવાની ફરિયાદો મળતા આ કાર્યવાહી થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. કેમ્પસમાં શ્વાનોના ત્રાસ મામલે કુલપતિ ઉત્પલ જોશીનું નિવેદન સામે આવ્યું છે
શ્વાનોને ખોરાક આપવાના પ્રતિબંધના બેનર લગાવ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં લગાવવામાં આવેલા બેનરમાં રાખવામાં આવ્યું છે કે, આથી જાહેર જનતાને સૂચિત કરવામાં આવે છે, કે સર્વોચ્ચ અદાલત દ્વારા તા.22 ઓગસ્ટ 2025ના આપવામાં આવેલા ચુકાદા અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા શ્વાનોને ખોરાક આપવો, ખાદ્ય પદાર્થો મૂકવા, પાણીની વ્યવસ્થા કરવી અથવા તેમને કોઈપણ રીતે એકત્રિત થવા પ્રોત્સાહિત કરવું પ્રતિબંધિત કરવામાં આવે છે. 16 જૂન,2026 ના રાજકોટ મહાનગરપાલિકાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર જાહેર સ્થળો પર શ્વાનોના ફીડીંગ ન કરાવવા કે અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓ ન ખવડાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જે બાબતે જણાવવાનું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર અંદાજીત 100 જેટલા શ્વાનોનો વસવાટ છે તેમજ જાહેર જનતા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા આ શ્વાનોને ફીડીંગ કરાવવામાં આવે છે તેમજ ખાદ્ય વસ્તુઓ નાખવામાં આવે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

