ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ.

Featured Video Play Icon
Spread the love

ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ.
આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત.
ઉત્તર ગુજરાતમાં સિવિયર હિટવેવને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર

ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સિવિયર હિટવેવને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી,સુરેંદ્રનગર, રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે

મંગળવારે 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 41.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ નોંધાયું હતું. જેના કારણે લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો છે. આગામી ત્રણ દિવસ ગરમીના પ્રકોપ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા સાત ડિગ્રી જેટલુ ઊંચુ નોંધાતા મહાનગરપાલિકાની ટીમે શહેરીજનોને તકેદારી રાખવાની સૂચના આપી દીધી છે. 13 માર્ચે દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ,15 માર્ચ સુધી રાજ્યમાં આકાશમાંથી દેવતા વરસતા હોય તેવી ગરમી પડશે. આ વિસ્તારોમાં બપોરના સમયે લૂ વાગવાના કિસ્સા વધી શકે છે, તેથી લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અને સતત પાણી કે છાશ પીતા રહેવાની સલાહ આપવામાં આવી છે.

વધતી ગરમીને ધ્યાનમાં રાખી AMCએ હીટ એક્શન પ્લાન અમલમાં મુક્યો છે. શહેરીજનોને ગરમીમાં રાહત મળે તે માટે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. વિવિધ એનજીઓ અને બિલ્ડર્સના સહયોગથી શહેરમાં 350થી વધુ પાણીની પરબો શરૂ કરાઈ છે. મ્યુનિસિપલ શાળાઓમાં દર દોઢ કલાકે ‘વોટર બેલ’ રાખવાની વ્યવસ્થા કરાઈ છે. તમામ આંગણવાડીમાં ORSના પેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. AMTS અને BRTS ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. શહેરની તમામ કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિકોને બપોરે 1 થી 4 કામ બંધ રાખી આરામ આપવાની સૂચના અપાઈ છે. સફાઈ કામદારોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *