Site icon hindtv.in

સુરત કીમ-માંડવી સ્ટેટ હાઇવે 65 પર ટોલટેક્સનો વિરોધ.

સુરત કીમ-માંડવી સ્ટેટ હાઇવે 65 પર ટોલટેક્સનો વિરોધ.
Spread the love

સુરત કીમ-માંડવી સ્ટેટ હાઇવે 65 પર ટોલટેક્સનો વિરોધ.
ઝાબ અને ઝરપણ ગામ વચ્ચેના ટોલબુથ સામે ગ્રામજનોમાં રોષ.
સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ વસૂલાત શરૂ થતા ઉગ્ર આક્રોશ.

અરેઠ તાલુકાના ઝરપણ ઝાબ ગામ નજીક માંડવી-કીમ હાઈવે પર ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે આસપાસના ગામોના સ્થાનિક સરપંચો અને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમણે ટોલ વસૂલાત તાત્કાલિક બંધ કરવા માટે માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે.

અરેઠ તાલુકાના ઝરપણ ઝાબ ગામ નજીક માંડવી-કીમ હાઈવે પર ટોલ પ્લાઝાનો વિરોધ કરતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ હાઈવેના નિર્માણ માટે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ વિકાસના હિતમાં પોતાની કીમતી ખેતીની જમીન સરકારને આપી હતી. ઘણા પરિવારોએ પોતાના જીવનનિર્વાહના મુખ્ય સ્ત્રોત ગુમાવ્યા હોવા છતાં સહકાર આપ્યો હતો. જોકે, હાલની પરિસ્થિતિમાં રસ્તો હજુ સુધી સંપૂર્ણ ગુણવત્તા સાથે તૈયાર થયો નથી. હાઈવેના અનેક સ્થળોએ રોડ તૂટી ગયો છે અને કાયમી મરામત કરવાને બદલે માત્ર માટી વડે હંગામી પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વદેશીયા બસ સ્ટેન્ડથી આગળનો નવો બનાવેલો રસ્તો છેલ્લા ઘણા દિવસથી તૂટી ગયો છે અને ત્યાં પણ માત્ર માટી નાખીને કામ ચાલી રહ્યું છે

આવી પરિસ્થિતિમાં ટોલ વસૂલાત કરવી સંપૂર્ણપણે અયોગ્ય અને પ્રજાહિત વિરુદ્ધનો નિર્ણય હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. તદુપરાંત, આશરે 45 કિલોમીટરના અંતરમાં બે ટોલ નાકા મૂકવાની પ્રક્રિયા પણ સામાન્ય જનતા પર આર્થિક બોજ વધારશે અને પ્રજાના હિતને નુકસાન પહોંચાડશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આસપાસના ગામોના સરપંચો તથા સ્થાનિક લોકો દ્વારા ટોલ વસૂલાત તાત્કાલિક બંધ થાય તે બાબતે માંડવી પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version