Site icon hindtv.in

સુરતના સરથાણા વિસ્તારમાં અગ્નિકાંડને આજે 7 વર્ષ પૂર્ણ

સુરતના સરથાણા વિસ્તારમાં અગ્નિકાંડને આજે 7 વર્ષ પૂર્ણ
Spread the love

સુરતના સરથાણા વિસ્તારમાં અગ્નિકાંડને આજે 7 વર્ષ પૂર્ણ
તક્ષશિલા સ્મારક હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી

સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે તક્ષશિલા સ્મારક હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને લોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મૃતક વિદ્યાર્થીઓના વાલીઓ સહિત અનેક લોકો હાજર રહ્યા અને હજુ સુધી પૂર્ણ ન્યાય નહીં મળ્યાનો આક્ષેપ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

વર્ષ 2019માં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની દુર્ઘટનાએ સમગ્ર સુરત સહિત દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતાં. ઘટનાને આજે 7 વર્ષ પૂર્ણ થતા તક્ષશિલા સ્મારક હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો, સામાજિક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દીપ પ્રજ્વલન કરી અને બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સાથે જ વાલીઓએ જણાવ્યું કે આજે પણ તેમને પૂર્ણ ન્યાય મળ્યો નથી અને જવાબદારો સામે કડક સજા થાય તેવી માંગ સાથે અવાજ ઉઠાવ્યો હતો.

Exit mobile version