Site icon hindtv.in

સુરતમાં ખેડૂતો માટે આજે મહત્વનો દિન

સુરતમાં ખેડૂતો માટે આજે મહત્વનો દિન
Spread the love

સુરતમાં ખેડૂતો માટે આજે મહત્વનો દિન
ગત વર્ષ કરતા આ વર્ષે ખાંડ, બગાસ અને મોલાસીસના વધુ ભાવ
આ વર્ષે 3650 થી 3900 રૂપિયા પ્રતિ ટન ભાવ રહેવાની શક્યતા

સુરતમાં ખેડૂતો માટે આજે મહત્વનો દિન હોય તેમ ગત વર્ષ કરતા આ વર્ષે ખાંડ, બગાસ અને મોલાસીસના વધુ ભાવ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.

આજે ખેડૂતો માટે મહત્વપૂર્ણ દિવસ હોય તેમ શેરડીના ટનદીઠ ભાવ જાહેર કરાશે. ગત વર્ષ કરતાં ખાંડ, બગાસ અને મોલાસીસના વધુ ભાવ હોવાથી શેરડીના ટન દીઠ વધુ ભાવ મળે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. તો ખાંડની રિકવરી સારી હોય પરંતુ ખાતર અને ખેતમજૂરી ભાવમાં વધારો થયો હોવાથી ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે. શેરડીના ટન દીઠ સરેરાશ 3500 થી વધુ ભાવ મળે તેવી ખેડૂતોની માંગ છે. તો ગત વર્ષે ટન દીઠ 30 થી લઈને 130 સુધીનો વધારો મળ્યો હતો.

આગામી બે થી ત્રણ મહિનામાં તમામ સુગર મિલોમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી જાહેર યોજાનાર છે. જેથી સામે ચૂંટણી હોય ખેડૂતોને આકર્ષવા માટે દરેક સુગર મિલોના ચેરમેન ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપે તેવા ઉજળા સંજોગો છે. કેવડિયા ખાતે મળેલી ખાંડ ઉદ્યોગ સંઘની બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યુ 3700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી થઈ હતી. ત્યારે આ વર્ષે 3650 થી 3900 રૂપિયા પ્રતિ ટન ભાવ રહેવાની શક્યતા છે. તો સ્ટોક વેલ્યુની આસપાસ જ પ્રતિ ટન શેરડીના ભાવ નક્કી થતા હોય છે.

Exit mobile version