Site icon hindtv.in

સુરત એરપોર્ટ પર સીઆઈએસએફ જવાનની સમયસૂચકતા,

સુરત એરપોર્ટ પર સીઆઈએસએફ જવાનની સમયસૂચકતા,
Spread the love

સુરત એરપોર્ટ પર સીઆઈએસએફ જવાનની સમયસૂચકતા,
સીપીઆર આપી બેભાન કર્મચારીનો જીવ બચાવ્યો
કાર્ડિયાક અરેસ્ટ બાદ કર્મચારી ઢળી પડ્યો, સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ પર તહેનાત સીઆઈએસએફ જવાને પોતાની સમયસૂચકતાએ અચાનક ઢળી પડેલા કર્મચારીનો જીવ બચાવ્યો હતો. કાર્ડિયાક અરેસ્ટ બાદ બેભાન થયેલા કર્મચારીને જવાને તાત્કાલિક સીપીઆર આપ્યું હતું. સમગ્ર ઘટના એરપોર્ટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઈએસએફના હેડ કોન્સ્ટેબલ ચૌધરી સંજય કુમાર દેવદૂત બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. એરપોર્ટ પર એપ્રન એરિયાના સ્ટાફ ગેટ પાસે સ્ટ્રીમહાઉસમાં ફરજ બજાવતા મનોજભાઈ પવાર અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. મનોજભાઈને અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ઘટના સમયે પ્રોફાઇલિંગ ડ્યુટી પર તહેનાત હેડ કોન્સ્ટેબલ ચૌધરી સંજય કુમાર તરત જ દોડી આવ્યા હતા. અને જવાને એક પણ ક્ષણ ગુમાવ્યા વિના કર્મચારીને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. સમયસર મળેલી મદદના કારણે કર્મચારીની સ્થિતિમાં સુધારો થયો હતો અને ધબકારા પુનઃસ્થાપિત થયા હતાં. ત્યારબાદ સાથી સીઆઈએસએફ જવાનોની મદદથી મનોજભાઈને તાત્કાલિક વધુ તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જવાનની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીથી એક અમૂલ્ય જીવન બચાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

Exit mobile version