Site icon hindtv.in

અમદાવાદ મેમનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટિફિન બેઠક.

અમદાવાદ મેમનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટિફિન બેઠક.
Spread the love

અમદાવાદ મેમનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટિફિન બેઠક.
ટિફિન બેઠકમાં પેટ્રોલ-ડીઝલ અંગે મુખ્યમંત્રીનું નિવેદન.
ભારતમાં ઈંધણની કોઈ સમસ્યા નથી

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આજે ભાજપ દ્વારા એક વિશેષ અને નવીનતમ કાર્યક્રમ ‘મન કી બાત ટિફિન કે સાથ’ યોજવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પાયાના સ્તરના કાર્યકર્તાઓ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવાનો હતો.

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આજે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીએ કાર્યકરો સાથે ભોજન કર્યું હતુ. આ કાર્યક્રમ અંગે વિગતો આપતા ભાજપના પ્રવક્તા અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ અને પ્રભારીઓ વચ્ચે સીધી ચર્ચા કરવાનો એક મજબૂત મંચ છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેસીને ટિફિન જમે છે, ત્યારે એક પારિવારિક વાતાવરણ સર્જાય છે, જે પક્ષની વિચારધારાને વધુ પ્રબળ બનાવે છે. સંસ્થા મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજાયો છે. ભાજપ હંમેશા ગ્રાઉન્ડ લેવલ પર કાર્યરત રહેવામાં માને છે. ‘મન કી બાત ટિફિન કે સાથ’ કાર્યક્રમ દ્વારા પક્ષના સંકલનને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

થલતેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યકર્તાઓના મનોબળમાં વધારો કર્યો છે. અનિલભાઈના જણાવ્યા અનુસાર, સંસ્થાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે જે રીતે કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે, તે આવનારા સમયમાં પક્ષ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. પ્રભારીઓ દ્વારા દરેક બૂથ સ્તરની વિગતો મેળવીને સંગઠનને ધારદાર બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version