Site icon hindtv.in

સુરતના ઉધનામાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમ

સુરતના ઉધનામાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમ
Spread the love

સુરતના ઉધનામાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમ
શિવસેના અને અન્ય પાર્ટીના કાર્યકરો આપમાં જોડાયા

સુરતના ઉધના વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિપક્ષી નેતાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં શિવસેના અને અન્ય પાર્ટીના કાર્યકરો આપમાં જોડાયા હતાં.

સુરતમાં આગામી મહિનાઓમાં પાલિકાની ચુંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અત્યારથી જ એકશન મોડમાં આવી ગઈ છે. તો સુરતના ઉધના વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. માતોશ્રી હોલ ખાતે આપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સુરત મનપાના વિપક્ષી નેતા પાયલ સાકરીયા તથા અન્ય આગેવાનોની હાજરીમાં શિવસેના અને અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. પાયલ સાકરીયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સૌથી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા જેમાં મહિલાઓ અને પુરૂષોનો સમાવેશ થાય છે.

Exit mobile version