સુરતના અમરોલીમાં કોલેજ બહાર લુખ્ખાનો આતંક
લુખ્ખાનો સીન સપાટાનો વિડીયો વાયરલ
આરોપી વિદ્યાર્થીને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યુ
સુરતના અમરોલી વિસ્તારમાં કોલેજ બહાર વિદ્યાર્થી દ્વારા મચાવાયેલો આતંક અને કરાયેલા સીન સપાટાનો વિડીયો વાયરલ થતા પોલીસે આરોપી વિદ્યાર્થીને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની બહાર અસામાજિક તત્વ જેવો વિદ્યાર્થીએ આતંક મચાવ્યો હતો. કોલેજ ની બહાર એક વિદ્યાર્થી દ્વારા હાથમાં પાઇપ લઈને સીન સપાટા કરાયા હતાં. તો અન્ય એક વિદ્યાર્થીને લાફા પણ માર્યા હોવાનુ સીસીટીવીમાં કેદ થયુ હતું. તો અન્ય વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરાયો હોય જે વિડીયો સોસીયલ મીડિયામાં થયો વાયરલ થતા તાત્કાલિક અમરોલી પોલીસે તપાસ હાથ ધરી ગુંડાગીરી કરનાર વિદ્યાર્થી અમરોલી ગણેશપુરામાં પ્રગતિનગર સોસાયટીમાં રહેતા ધ્રુવીલ મહેશ ગોહીલની ધરપકડ કરી હતી. અને તેને કાયદાનુ ભાન કરાવતા તેણે માંગી માફી બીજી વાર આવું ન કરવા જણાવ્યુ હત

