સુરતના વરાછા ઓવર બ્રિજ પર અકસ્માતમાં ત્રણ ઈજાગ્રસ્ત
ઉભેલા ડમ્પર પાછળ ગોલ્ડી સોલાર કંપનીની બસ ઘુસી જતા અકસ્માત
કેબિનમાં ફસાયેલા કર્મચારીને પતરા કાપી રેસ્ક્યુ કરાયુ
સુરતના વરાછા ઓવર બ્રિજ પર ઉભેલા ડમ્પર પાછળ બસ ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા તો કેબિનમાં ફસાયેલા કર્મચારીને પતરા કાપી રેસ્ક્યુ કરાયુ હતું.
સુરત શહેરના વરાછા ઓવર બ્રિજ ઉપર મોડી રાત્રે જબરજસ્ત અકસ્માત સર્જાયો હતો. કોસંબા ખાતે આવેલી ગોલ્ડી સોલાર કંપનીના કર્મચારીઓને લઈ જતી એક ખાનગી બસ બ્રિજ ઉપર બ્રેકડાઉનડ થઈને પડેલા ડમ્પરની પાછળ ઘુસી ગઈ હતી. જેને કારણે સર્જાયેલા અકસ્માતને પગલે બસના કેબિનના ભાગમાં ડ્રાઈવર ફસાય ગયો હતો, જયારે બસમા બેઠેલા 8 પૈકી ત્રણ કર્મચારીઓને ઈજાઓ પહોચી હતી.આ અકસ્માતની ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે રેસ્કયુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

