Site icon hindtv.in

માંડવી તાલુકાના આમલી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા,

માંડવી તાલુકાના આમલી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા,
Spread the love

માંડવી તાલુકાના આમલી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા,
રૂલ લેવલ જળવાઈ રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યા.

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં ધોધમાર વરસાદને પગલે પાણી ના ભરાવ વધતા ડેમના કુલ ૮ દરવાજાઓમાંથી (૩) દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ઉપવન યોજના હેઠળ આવેલી આ સંગ્રહિત જળસંચય યોજના હાલ મહત્ત્વના તબક્કે પહોંચી છે.

હાલમાં ડેમની પાણીની સપાટી ૧૧૨ મીટર છે, જ્યારે ડેમનું રૂલ લેવલ ૧૧૩ મીટર નક્કી કરાયેલું છે. જેને ધ્યાનમાં લઈને હાલના જળપ્રવાહને નિયંત્રિત કરવા માટે (૩) દરવાજા ખોલી નોર્મલ સપાટી જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ ૨૪૦૦ ક્યુસેક પણી વેરનદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી હાલ કોઈ તાત્કાલિક જોખમની સ્થિતિ નથી પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં જો ધરો હોય તો સતર્ક રહેવા જાણ કરવામાં આવી છે ડેમની કુલ ગણીતી સપાટી ૧૧૫ મીટર છે અને જો આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે તો વધુ દરવાજા ખોલવાની શક્યતા રહે છે. સ્થાનિક વહીવટ તંત્રે આસપાસના ગામોને એલર્ટ રહેવા સૂચના આપી છે તથા નદી કાંઠે ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે…

Exit mobile version