Site icon hindtv.in

અરવલ્લી શામળાજી ચેકપોસ્ટ પાસે દેશી બનાવટની ત્રણ પિસ્તોલ

અરવલ્લી શામળાજી ચેકપોસ્ટ પાસે દેશી બનાવટની ત્રણ પિસ્તોલ
Spread the love

અરવલ્લી શામળાજી ચેકપોસ્ટ પાસે દેશી બનાવટની ત્રણ પિસ્તોલ
દેશી બનાવટની ત્રણ પિસ્તોલ સાથે જીવતી કારતુસો ઝડપાઈ
આરોપી બીરેન્દ્રકુમાર ચંદરપાલ જાતે ખટીકને ઝડપ્યો

અરવલ્લી શામળાજી અણસોલ ચેકપોસ્ટ પાસે દેશી બનાવટની ત્રણ પિસ્તોલ સાથે જીવતી કારતુસો ઝડપાઈ

અરવલ્લી શામળાજી અણસોલ ચેકપોસ્ટ પાસે પોલીસે ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશના બીરેન્દ્રકુમાર ચંદરપાલ આરોપીને ઝડપી પાડ્તા હીરો હોન્ડા મોટર સાયકલના ગુપ્ત ખાનામાં બાઈક સંતાડેલી હતી દેશી બનાવટની પિસ્તોલ અને સાથે જીવતી કારતુસો દેખાતા પોલીસ પણ ચોકી હતી અને જે બાદ કાર્યવાહી કરતા 90,000 રૂપિયાની કિંમતની હાથ બનાવટી લાકડાના હાથાવાળી ત્રણ દેશી પિસ્તોલ સાથે 18 નંગ જીવતા કારતુસ પણ કબ્જે કરતા પોલીસે બાઈક, પિસ્તોલ અને કારતુસ સહીત કુલ રૂપિયા 1,40,400 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, શામળાજી પોલીસે હથિયાર ધારા અધિનિયમ 25 (1-b)a તેમજ BNS ની કલમ 54 મુજબ ગુન્હો નોંધી ત્રણ પિસ્તોલ અને જીવતી કારતુસ સાથે ઝડપાયેલ આરોપી બીરેન્દ્રકુમાર ચંદરપાલ જાતે ખટીક ઝડપી સાથે મહાવીર તેમજ મહાવીરનો સાળો સુનિલ અને મહાવીરના પુત્ર અનુપને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પ્રાણ ઘાતક હથિયારોની હેરાફરી કરનાર ઉપરોક્ત આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે મંજૂર કરવામાં કર્યા હતા, આરોપીનો અમદાવાદ ખાતે 73 લાખની લૂંટ તેમજ ફાયરિંગના ગુન્હાનો ઇતિયાસ છે, પોલીસ તપાસમાં લૂંટના ઇરાદે આરોપી નિકળ્યા હતા જ્યાં અમદાવાદના કેટલાક વિસ્તારના લોકેશન પોલીસને હાથ લાગ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું

Exit mobile version