Site icon hindtv.in

સુરતના અલથાણમાં ત્રણ બાળકો ઘરથી ચાલ્યા ગયા

સુરતના અલથાણમાં ત્રણ બાળકો ઘરથી ચાલ્યા ગયા
Spread the love

સુરતના અલથાણમાં ત્રણ બાળકો ઘરથી ચાલ્યા ગયા
અલથાણ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા
13 વર્ષની સપના, 9 વર્ષનો શિવમ અને 6 વર્ષની પ્રાચી મળી આવ્યા

સુરતના અલથાણ વિસ્તારમાંથી રમતા રમતા ઘરેથી નીકળી ગયેલા ત્રણ બાળકોને અલથાણ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપતા પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.

શુક્રવાર 10 જુલાઈ 2026ના રોજ સવારે લગભગ 11 વાગ્યે સુધર્મ ભવન પાસે અલથાણ વિસ્તારમાંથી 13 વર્ષની સપના, 9 વર્ષનો શિવમ અને 6 વર્ષની પ્રાચી રમતા રમતા ઘરેથી નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતા અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ જેએસ જાંબરે ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે વિવિધ સ્થળોએ શોધખોળ કરી ગણતરીના કલાકોમાં ત્રણેય બાળકોને સુરક્ષિત શોધી કાઢ્યા અને પરિવારજનોને સોંપ્યા હતાં. બાળકોને સલામત પરત મળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લઈ અલથાણ પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી.

Exit mobile version