Site icon hindtv.in

માલપુરના ગોવિંદપુરમાં વીજ કરંટથી ત્રણ ભેશોના મોત

માલપુરના ગોવિંદપુરમાં વીજ કરંટથી ત્રણ ભેશોના મોત
Spread the love

માલપુરના ગોવિંદપુરમાં વીજ કરંટથી ત્રણ ભેશોના મોત
વીજતંત્રની ધોર બેદરકારીથી ટળી મોટી દુર્ઘટના

માલપુર તાલુકાના ગોવિંદપુર ગામે વીજતંત્રની ધોર બેદરકારીના કારણે ગંભીર ઘટના સામે આવી છે. ગામની પ્રાથમિક શાળાની પાછળ જીવંત વિજતાર તૂટીને પડેલ હોવાથી ત્રણ ભેંસોના કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પશુપાલક પ્રતાપ પાંડોર રોજની જેમ પોતાના પશુઓને ચરાવવા લઈ ગયા હતા, ત્યારે શાળાની પાછળ તૂટેલો જીવંત વિજતાર ત્રણ ભેંસોને સ્પર્શી ગયો અને થોડી ક્ષણોમાં જ ત્રણેય ભેંસોએ દમ તોડી દીધો. સૌભાગ્યવશ, શાળામાં રજા હોવાથી કોઈ બાળક હાજર ન હતું. જો શાળા ચાલુ હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. આ ઘટના વીજતંત્રની ઘોર બેદરકારીને ઉજાગર કરે છે, કારણ કે જીવન માટે જોખમભર્યા તારે લાંબા સમયથી ઢીલાઈથી લટકી રહ્યા હતા. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને કિમતી જીવહાનિ અટકાવાઈ શકે, તે માટે હવે વીજ વિભાગ તરફથી કડક પગલાં લેવાની જરૂરિયાત છે. અંતે પ્રતાપ પાંડોર માટે તેમના આધારભૂત પશુઓ ગુમાવવો એટલે કે તેમના માટે આર્થિક રીતે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે

Exit mobile version