Site icon hindtv.in

સુરતના સારોલીમાં ડ્રગ્સ સાથે ત્રણ આરોપી ઝડપાયા

સુરતના સારોલીમાં ડ્રગ્સ સાથે ત્રણ આરોપી ઝડપાયા
Spread the love

સુરતના સારોલીમાં ડ્રગ્સ સાથે ત્રણ આરોપી ઝડપાયા
ગાંજો અને પોષડોડાનો પાઉડર સહિત મુદ્દામાલ કબજે કરાયો

સુરત શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસનું અભિયાન તેજ બન્યું હોય તેમ સારોલી પોલીસે ઓટોરિક્ષામાં ગાંજો અને પોષડોડાનો પાઉડર લઈ જતા ત્રણ ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડી મોબાઈલ, રોકડ અને ઓટોરિક્ષા સહિત હજજારોની મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરત પોલીસના નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન અંતર્ગત સારોલી પોલીસ 24 નવેમ્બરના રોજ બાતમીના આધારે લા ફાઉન્ટેન રેસ્ટોરન્ટ પાસેથી ઓટોરિક્ષામાં સવાર ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતાં. તપાસ દરમિયાન તેમની પાસેથી 9 ગ્રામ ગાંજો અને 65 ગ્રામ પોષડોડાનો પાઉડર મળી આવ્યો હતો. પોલીસે મુસ્તકિન દેશમુખ, જુનેદ શેખ અને અલીમ શેખ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તો પોલીસે ગાંજો, પોષડોડાનો પાઉડર, ત્રણ મોબાઈલ, રોકડ રૂપિયા 2,050 અને ઓટોરિક્ષા સહિત કુલ 58 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ નશીલો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version